હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા રાજેન્દ્રસિંહ પરમારનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર રાજેન્દ્રસિંહ પરમારે 128 હાલોલ વિધાનસભા ઇલેક્શન લડવાનો ઇનકાર કરી દેતા છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા અનીશ બારીયાનું નામ જાહેર કરી ઉમેદવારી પત્ર ભરવાની તજવીજ કરવામાં આવી છે જેને લઈ હાલોલ વિધાનસભા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે રોષ પેદા થવા પામ્યો છે જેના કોંગ્રેસના હાલોલ વિધાનસભાના પૈકી ગુરૂરજસિંહ ચૌહાણ સહિતના કેટલા અગ્રણી કાર્યકરોએ કોંગ્રેસ પાસે પોતાની દાવેદારી નોંધાવી હાલોલ વિધાનસભાની ટિકિટની માંગણી કરી હતી પરંતુ તેઓની માંગણીને અવગણી કોંગ્રેસ દ્વારા હાલોલ વિધાનસભા માટે નવો ચહેરો ગણાતા અનીશ બારીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા હાલોલ વિધાનસભા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને હાલોલ વિધાનસભા કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પોતાના સામુહિક રાજીનામાં કરી દીધા છે જેમાં ગુરુરાજસિંહ ચૌહાણ હિતેન્દ્રસિંહ ચૌહાણ,કિરીટભાઈ દરજી,ભારતીબેન દરજી,શાહિદાબેન રાઠોડ, એજાજ શેખ, ફારુક શેખ ઈમ્તિયાઝ અલી મકરાણી, અનીશ ખત્રી, વિજય બારોટ, હિમાંશુ દલવાડી, કનુભાઈ દરજી,અને રૂપેશ શાહ સહિતના કોંગ્રેસના આગલી હરોળના મુખ્ય હોદ્દેદારો અને કેટલાક કાર્યકરોએ પોતાના સામુહિક રાજીનામાં ધરી દેતા હાલોલના રાજકીય મોરચે હડકંપ સાથે અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓ પેદા થવા પામી છે અને હાલોલ વિધાનસભાના રાજકારણમાં નવા સમીકરણ ઉત્પન્ન થવા પામ્યા છે જ્યારે રાજીનામાં ધરી દેનાર કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકરો આગળની રણનીતિ શું છે તે તો આગામી દિવસોમાં જોવા મળશે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |