128 હાલોલ વિધાનસભા બેઠક પર ફરી એકવાર ડખો સર્જાતા ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી જેને લઈ રાજકીય મોરચે ગરમાવો પેદા થવા પામ્યો છે જેમાં હાલોલ વિધાનસભા બેઠક પર છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં વિલંબ સર્જાતા હોવાના લઈને અનેક તર્ક વિતર્કો સાથે ચર્ચાઓ ઉઠવા પામી હતી જેમાં કોંગ્રેસ કાર્યકરો પણ ઉમેદવાર નું નામ જાહેર ન કરાતા મોવડી મંડળ દ્વારા સર્જેલ સસ્પેન્સને લઈને અકળાઈ ઊઠ્યા હતા. જેમાં ગત રોજ અનેક અટકળો અને ચર્ચા બાદ આખરે કોંગ્રેસ દ્વારા જુના જોગી એવા રાજેન્દ્રસિંહ પરમારનું નામ હાલોલ વિધાનસભા બેઠક માટે ફાયનલ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર રાજેન્દ્રસિંહ પરમારએ કોંગ્રેસનું મેન્ડેટ લેવાનો ઇન્કાર કરી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ફોર્મ ભરવાની જાહેરાત કરાયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો ઇન્કાર કર્યો હતો જેને લઈ જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ દોડધામ સાથે ઉમેદવાર પસંદ કરવાની કવાયત હાથ ધરાઈ હતી અને સમગ્ર હાલોલ સહિત પંચમહાલના રાજકીય મોરચે હડકંપ મચ્યો હતો અને નીત નવી ચર્ચાઓ જામી હતી જ્યારે છેલ્લી ઘડી ઉમેદવાર બદલાતા કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના યુવા કાર્યકર અનીશ બારીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો અને ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે તેઓનું નામ જાહેર કરી ઉમેદવારી નોંધાવવા તજવીજ હાથ ધરી છે જોકે 128 હાલોલ વિધાનસભા બેઠક માટે બિલકુલ નવો ચેહરા ગણાતા કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારીયા વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં પોતાનો પ્રભાવ જમાવી કોંગ્રેસની નૈયાને પાર પાડે છે કે નહિ શકે છે તે આગળના દિવસોમાં જોવા મળશે