વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લીંબડી વિધાનસભાની બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા છે. જ્યારે પાલિકાના 2 પૂર્વ સભ્ય સમર્થકો સાથે પંજો છોડી કમળ ઝાલ્યું હતું. જોડ-તોડની રાજનીતિ કોને ફળશે તે તો આવનારો સમય બતાવશે. રાજકીય પક્ષો હાલ ચૂંટણી જીતવા સામ, દામ, દંડ, ભેદ સહિત અન્ય કોઈ નીતિ આવતી હોય તો તે પણ અપનાવી રહ્યા છે.કૉંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન મકવાણા કાર્યકરો સાથે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે મોજીદડ ગામના, જિ.પંચાયતના પૂર્વ સભ્ય ડી.ડી.પરમાર તેમના સમર્થકો સાથે ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયા હતા.કૉંગ્રેસે ભાજપમાં ગાબડું પાડ્યું સહિતની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં તો ભાજપના કાર્યકરોએ ધારાસભ્યના ઉમેદવાર કિરીટસિંહ રાણાની હાજરીમાં લીંબડી નગરપાલિકાના 2 પૂર્વ સદસ્ય યુનુસભાઈ બી.મકવાણા અને મીનાબેન બી.મકવાણાને ભાજપમાં ભેળવી દીધા હતા. આવનારા દિવસોમાં જોડ-તોડની રાજનીતિ શું પરિણામ લાવશે તેના પર સૌની મીટ માંડીને બેઠા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं