પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય,
જેથી પરીણામલક્ષી કામગીરી કરી , મહત્તમ પેટ્રોલીંગ ફરી , આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જેપી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જેથી દામનગર પો.સ્ટે . ના પો.સબ ઇન્સ . એચ.જી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ, દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી, નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામા આવેલ .
જે અંતર્ગત દામનગર પો.સ્ટે . વિસ્તારમાં ગત તા .૧૫ / ૧૧ / ૨૦૨૨ ના રોજ ક .૨૦/૧૫ વાગ્યાથી દામનગર પોલીસ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
એ દરમ્યાન પો.કોન્સ . વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડની બાતમી આધારે, રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૮૦૫૩૨૧૩૧૦૪ / ૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) મુજબ ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી,
ઇકબાલ જબારભાઇ ખારાણી ઉ.વ .૩૦ ધંધો ડ્રાઇવિંગ રહે.નારાયણનગર , ગોદડીયાનગર,તા.લાઠી જી.અમરેલી વાળાને નારાયણનગર ગામેથી પકડી પાડેલ,
અને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી જેની જાણ રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
નાસતા ફરતા પકડાયેલ આરોપીની વિગતઃ
ઇકબાલભાઇ જબારભાઇ ખારાણી ઉ.વ .૩૦ ધંધો ડ્રાઇવિંગ રહે.નારાયણનગર , ગોદડીયાનગર તા.લાઠી જી.અમરેલી.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ :
( ૧ ) રાજકોટ ગ્રામ્ય આટકોટ પો.સ્ટે .
ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૨૨૧૧૦૦૭૦ /
૨૦૨૧ એન.ડી.પી.એસ એકટ
કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨ -
બી , ૨૯
( ૨ ) દામનગર પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં
.૭૪ / ૨૦૧૪ પ્રોહી ક .૬૬ ( ૧ )
બી , ૮૫ ( ૧ ) ૩
( 3 ) દામનગરપો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં
.૧૧૧૯૩૦૧૭૨૦૦૦૫૪ /
૨૦૨૦ પ્રોહી ક .૬૬ ( ૧ ) બી ( ૪ ) બોટાદ સીટી પો.સ્ટે . પ્રોહી
ગુ.ર.નં ૨૪૯/૨૦૧૯ પ્રોહી ૬.૬૬
( ૧ ) બી , ૮૫ ( ૧ ) ૩
આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકરસિંહ , અમરેલીનાઓની સુચનાથી,
નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ ના જરૂરી માર્ગદર્શન હેઠળ, દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . એચ.જી.ગોહીલ તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ચંદુભા સોલંકી તથા પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ દ્વારા કરવામા આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.