આ કામનો આરોપી.

 રમેશભાઈ મોહનભાઇ ચાંડેચરા ફરીયાદી ની શેઠ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢી અમરેલીમાં નોકરી કરતો હોય,

 તે દરમ્યાન પેઢીના માલીકના રૂ .૧૧,૦૫,૦૦૦ / - તથા એક સ્પ્લેન્ડર મોટર સાઇકલ ચોરી કરી આરોપી આજદિન સુધી ફરાર થઈ ગયેલ હોય.

છેલ્લાં ચાર વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

પકડાયેલ આરોપી - રમેશ મોહન ચાંડેસરા ( પટેલ ) ઉ.વ .૪૭ , ધંધો - પ્રા.નોકરી , રહે.મુળ - સંડેર તા.જી.પાટણ હાલ - રહે.અમદાવાદ , મેમનગર , નિર્મલ સોસાયટી જી.અમદાવાદ ,

પોલીસ મહાનિદેશક , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા પેરોલ ફર્લો ફરાર કેદી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય . જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા હાલ આગામી વિધાનસભા ચુંટણી -૨૦૨૨ ની આદર્શ આચારસંહિતા અમલમાં હોય,અને ચુંટણી શાંતી પૂર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ રાજયના જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રસ્તા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,

જે મુજબ એ.એમ.પટેલ પો.ઇન્સ . એલ.સી.બી. અમરેલી નાઓની ચોકકસ બાતમી તથા ટેકનીકલ સોર્સીસ આધારે કે.જી.મયા ( ગઢવી ) પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા.

 અમરેલી સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૮૨ / ૨૦૧૮ IPC કલમ -૩૮૧ મુજબના કામે અમરેલી જીલ્લાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને અમદાવાદ મેમનગર , સ્ટર્લીંગ હોસ્પીટલ પાસેથી તા .૧૬ / ૧૧ / ૨૦૨૨ ના રોજ હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પો.સ્ટે ને સોપવા તજવીજ કરેલ

આ કામગીરી માં ASI જીતેન્દ્ર મકવાણા , શ્યામકુમાર બગડા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ પઠાણ વિગેરે જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.