સુરેન્દ્રનગરના શિવાજી પાર્કમાં રહેતા એક યુવકે ડીપ્રેશનના કારણે ધોળીધજા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આત્મહત્યા કરી લીધાની પરિવારજનોને જાણકારી આપતા તાત્કાલિક અસરે ધોળી ધજા ડેમ ખાતે પરિવાર દોડી આવ્યો હતો.ત્યારે માનસિક ડિપ્રેશનમાં આવી અને લોકો આત્મહત્યા કરતા હોવાનું અનેકવાર પુરવાર થયું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના શિવાજી પાર્કમાં રહેતા 32 વર્ષના યુવાને ડિપ્રેશનમાં આવી અને પોતાની જિંદગીનું આયખુ ટૂંકાવી લીધું છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાં સુરેન્દ્રનગર શિવાજી પાર્કમાં રહેતા નીતિનભાઈ જાદવ નામના 32 વર્ષના યુવાને ડિપ્રેશનમાં આવી અને પોતાની જિંદગીને દાવમાં મૂકી અને ધોળીધજા ડેમમાં પડતુ મૂકી અને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર શહેરની સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ધોળીધજા ડેમ ખાતે પહોંચી અને નીતિન જાદવના મૃતદેને શોધી અને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનને આપવામાં આવતા સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ પણ ધોળીધજા ડેમ ખાતે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અસરે તેના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી અને પીએમ માટે પોલીસે સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો અને વધુ આગળની તપાસ હાથ ધરી હતી.