ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
આજે તા. 16-11-2022 ને બુઘવારના રોજ જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો પર 20 ઉમેદવાર દ્વારા કુલ 26 ફોર્મ ભરવામા આવ્યા છે.
115-માતર વિધાનસભા બેઠક પરથી લાલજીભાઈ મેલાભાઈ પરમારે આમ આદમી પાર્ટીમાંથી, હેમેન્દ્રસિંહ મુળરાજસિંહ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, 116-નડીયાદ વિધાનસભા બેઠક પરથી મહેન્દ્રસિંહ બનેસિંહ રાણાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, ઈમરાનભાઈ બીલાલભાઈ વાંકાવાલાએ રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી, હર્ષદકુમાર સુરેશભાઈ વાધેલાએ આમ આદમી પાર્ટીમાંથી, મુઝફ્ફરબેગ હારૂન મીરઝાએ લોગ પાર્ટીમાંથી, સાજીદહુસેન શબ્બીરમીંયા મલેકે અપક્ષમાંથી, અનવરભાઈ ગુલામરસુલ કસાઈએ અપક્ષમાંથી, ભરતભાઈ પુંજાભાઈ વૈદે આમ આદમી પાર્ટીમાંથી, 117-મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી સંજય કાભઈભાઈ પરમારે અપક્ષમાંથી, અરવિંદકુમાર જુવાનસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી, પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી, 118-મહુધા વિધાનસભા બેઠક પરથી મહિડા સંજયસિંહ વિજયસિંહે ભારતીય જનતા પાર્ટીમાંથી, નટવરસિંહ છોટાભાઈ સોઢા પરમારે ભારતીય જનતા પાર્ટીમાંથી, મલેક વાજીદહુસેન અબ્બાસમીયાએ અપક્ષમાંથી, 119-ઠાસરા વિધાનસભા બેઠક પરથી જીતેષકુમાર ઘનશ્યામભાઈ સેવકે ગરવી ગુજરાત પાર્ટીમાંથી, જીતેષકુમાર ઘનશ્યામભાઈ સેવકે અપક્ષમાંથી અને 120-કપડવંજ વિધાનસભા બેઠક પરથી રાજેશકુમાર મગનભાઈ ઝાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી, ધુળાભાઈ વજાભાઈ સોલંકીએ ભારતીય જનતા પાર્ટીમાંથી, અજયકુમાર પ્રવીણસિંહ સોલંકીએ ગરવી ગુજરાત પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
નોંધનીય છે કે તા. 17/11/2022 ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની તા.18/11/2022 ના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.