વિધાન સભાની ચૂંટણી અનુસંધાનના આચાર સાહિતાના ભાગરૂપે પલસાણા પોલીસના સ્ટાફ સોમવારે રાતે પેટ્રોલીંગમાં હતી ત્યારે પલસાણા પી. એસ. આઇ સી. એમ. ગઠવીને પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં આવેલ માનસી રેસીડેન્સી પાસેથી ખેતરાડી તરફ જતા રસ્તા પર આવેલ ઝાડી ઝાંખરાઓમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસની એક ટિમ સ્થળ પર જઇ તપાસ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની 180 નંગ બોટલ મળી આવી હતી પોલીસ જોઈ રાત્રીના અંધારામાં ત્યાં હાજર માણસો ભાગી છૂટ્યા હતા પોલીસે સ્થળ પરથી  98, 400/-ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલ આષીશ ઉર્ફે મહાજન તીવારી અને હીંમાશુ રાય  બંને ( રહે બગુમરા) તેમજ રાજુ અજય યાદવ ઉર્ફે ગોલુ (રહે કડોદરા) જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ પલસાણા પોલીસને અન્ય એક સ્થળે પલસાણા ભીંડી બજાર જવાના કટ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાથી બાતમી મળતા પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ તેમજ પાઉચ નંગ 758 જેની કિંમત 58, 800/- રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનામાં શંકરકુમાર પંચમસિંગ યાદવ (ઉ. વ 20 રહે. કામરેજ ચાર રસ્તા મુળ રહે બીહાર )જેઓને પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી હતી આમ પલસાણા પોલીસે બે અલગ અલગ જગ્યાએથી મળી કુલ 1, 57, 200/- રૂપીયાનો વિદેશી દારૂ કબજે કર્યો હતો.