પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે 16/3 પોલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ પંકજકુમાર ચંદ્રિકા સિંઘ (39) (રહે. દાસ્તાન ગામ) નો કોઈ કારણોસર એક્ષપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થતા મૃત્યુ પામવાની ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.