વિંછીયા-ભાડલાની ૬.૮૦ લાખની ચોરીનો ભેદ ઉકેલતી રૂરલ ક્રાઇમ બ્રાંચઃ બે પકડાયા

 વિંછીયા અને ભાડલામાં થયેલ ઘરફોડી ચોરીનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી ચોરી કરનાર શખ્‍સોને ઝડપી લીધા હતા.

જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલસીબી શાખાના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા, એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા, પો. સબ ઇન્‍સ. એલસીબીના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફના માણસો હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ કરતા હતા. તે દરમ્‍યાન શ્રી એચ.સી.ગોહીલ, પો. સબ ઇન્‍સ. નાઓને ખાનગી રાહે મળેલ હકિકત આધારે (૧) ભયલુ મનુભાઇ જસમતભાઇ વાઘેલા, દેવીપુજક ઉ.વ.રર તથા (ર) ભરત ઉર્ફે પથુ મનુભાઇ જસમતભાઇ વાઘેલા દેવીપુજક ઉ.વ.૧૯ ધંધો કડીયાકામ, રહે બંન્ને હાલ નવાણીયા ગામ, મુળ ગામ જાળીયા, તા. વલ્લભીપુર, જી. ભાવનગરને ચાંદીના દાગીના, એક બાઇક, એક મોબાઇલ મળી કુલ રૂા. ૮૦,૭૩૦નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્નેએ ભાડલા અને વિંછીયા વિસ્‍તારમાંથી અનુક્રમે ૧.૮૦ અને પ લાખના મુદામાલની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા, રૂપકભાઇ બોહરા, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, પો.કોન્‍સ. મયુરભાઇ વાસાણી, ભોજાભાઇ ત્રમટા, પ્રહલાદસિંહ રાઠોડ, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, ડ્રા.હેડ કોન્‍સ. રજાકભાઇ બીલખીયા તથા નરેન્‍દ્રભાઇ દવે વિગેરે જોડાયેલ હતા.