ચોટીલા પો.સ્ટે.ના સગીરાને ભગાડીને અપહરણ કરી લઇ જવાના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ચોટીલા ખાતેથી ઝડપી પાડતી તેમજ ભોગ બનનાર સગીરાને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગર

ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુલક્ષીને પોલીસ મહાનિરીક્ષક, અશોકકુમાર યાદવ, રાજકોટ રેન્જ નાઓએ રાજકોટ રેન્જમાં આવતા તમામ જીલ્લાઓમાં તા.૦૫/૧૧/૨૦૨૨ થી ૧૯/૧૧/૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનવ્યે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમા વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા ને ભારપૂર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા સ્ટાફના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા માટે સતત પ્રયત્નશીલ હતા. જે અનુસંધાને આજરોજ પેરોલ ફર્લો સસ્ક્વોડની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ વડે બાતમી હકીકત મેળવી ચોટીલા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૬૬/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબ મુજબના ગુન્હાના કામે છેલ્લા નવ વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી મુન્નાભાઇ બાબુભાઇ કાળુભાઇ ગોરાસ્યા જાતે દેવીપુજક ઉ.વ.૩૧, મુળ રહે. રૂપાવટી, તા.વિછીયા, જી.રાજકોટ હાલ રહે.નાગલપર ગામ, તા.જી.બોટાદ વાળાને ચોટીલા મંદિર પાસેથી પકડી પાડી મજકુર આરોપીને વિશ્વાસમાં લઇ સદરહું ગુન્હા બાબતે ઉડાણપુર્વક પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હામાં ફરાર નાસતો ફરતો આરોપી હોવાની કબુલાત આપતા મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી મજકુર આરોપીને હસ્તગત કરી તેમજ સદરહુ ગુન્હાના કામે ભોગબનનાર સગીરાને પણ શોધી કાઢી બન્નેનો કબ્જો ચોટીલા પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે આ કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી ની સુચના અને પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. એસ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એ.એસ.આઇ નરપતસિંહ સુરૂભા,સનતભાઇ વલકુભાઇ,ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ સહીતની ટીમ દ્વારા છેલ્લા નવ વર્ષથી ફરાર લીસ્ટડ નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર