સંપત્તિ માં પાંચ વર્ષમાં ૫ કરોડ નો વધારો નોંધાયો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હિરાભાઇ સોલંકી પાસે ૩૯.૧૫ કરોડ , અંબરીષભાઈ ડેર પાસે ૧૦.૭૧ કરોડની સંપત્તિ

 હિરાભાઇની સંપત્તિ પાંચ વર્ષમાં ૫ કરોડ વધી

અંબરીશભાઈ ડેરની સંપત્તિમાં ૫ વર્ષમાં ૨ કરોડનો વધારો

બંને ની પહેલા સંપતિ કરતા અત્યાર સંપત્તિમાં ખાસ વધારો.

 રાજુલા/જાફરાબાદ/ખાંભા સીટ પર કોંગ્રેસના અને ભાજપના જે જે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થઇ રહ્યો છે એ બન્ને ઉમેદવારો વચ્ચે ૨૦૧૭મા પણ ચૂંટણી જંગ થયો હતો .

 તે સમયની બંનેને કુલ સંપતિ કરતા હાલની સંપતિમા ખાસ્સો વધારો થયો છે .

ભાજપના ઉમેદવાર હિરાભાઇ સોલંકી પાસે વર્ષ ૨૦૧૭ મા કુલ ૩૪.૮૧ કરોડની સંપતિ હતી . જયારે હાલમા તેમની પાસે ૩૯.૧૫ કરોડની સંપતિ હોવાનુ તેમણે ફોર્મ ભરતી વખતે જાહેર કર્યુ હતુ .

ચાલુ વર્ષે તેમણે ૪૩ લાખની આવક દર્શાવી આવકવેરા રીટર્ન પણ ભર્યુ છે . ૨૦૧૭ મા તેમની જંગમ મિલકત ૧૧.૧૨ કરોડની હતી .

 જે હાલમા ૧૪.૫૫ કરોડે પહોંચી છે . જયારે સ્થાવર મિલકત ૨૫.૧૩ કરોડની હતી જે હવે ૨૪.૫૯ કરોડની છે .

 તેમના પર ૪.૧૯ કરોડની લોન પણ બોલે છે .

તેમણે હાથ પર ૨.૯૪ લાખની રોકડ હોવાનુ જણાવ્યું છે .

જયારે તેમની પાસે ૧૩.૬૦ લાખના દાગીના છે .

સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેર પાસે ૧૦.૭૧ કરોડની કુલ સંપતિ છે .

 જે વર્ષ ૨૦૧૭ મા તેમની પાસે ૮.૮૧ કરોડની સંપતિ હતી .

 તેમની પાસે ૨૦૧૭મા ૮૧.૮૦ લાખની જંગમ મિલકત હતી જે હવે ૭૧.૧૩ લાખ છે .

જયારે તેમની પાસે અગાઉ આઠ કરોડની સ્થાવર મિલકત હતી .

 હવે ૧૦ કરોડની સ્થાવર મિલકત છે . તેમના પર ૪૩.૯૩ લાખની લોન બોલી રહી છે .

અંબરિષભાઈ ડેર પાસે ૪.૨૯ લાખના દાગીના છે .

તેમણે તંત્રને એવુ જણાવ્યું હતુ કે તેમની પાસે ૧.૫૫ લાખની રોકડ રકમ હાથ પર છે .

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.