ઉનાળો ચાલુ થતા ની સાથે વીજળી ના પાવરના ધાંધિયા થી ખેડૂતો હેરાન પરેશાન..
રિપોર્ટ : અશોક ભાટી લાખણી, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજેગઢ ગામ તથા આજુ બાજુના ગામડાઓમાં ઉનાળો ચાલુ થતાં વીજળીનો પાવરનો વોલ્ટેજ ઓછા મળતા ખેડૂત પુત્રો ને ભીની આંખે આંસુઓ છલકાઈ રહ્યા છે ત્યારે સરકાર અને વીજ તંત્ર ઘોર નિંદ્રા મા સુતું હોય એમ લાગી રહ્યુ છે કેમ કે એક બાજુ ઉનાળો આકરો ભઠ્ઠ અને બીજુ બાજુ વીજળી ના પાવર ન મળવાથી અને ડીપીઓ વધારે હોવાથી અક્ષય ફીડર માં આજુ બાજુ ના ખેતરો અને વજેગઢ ગામ માં પૂરતો વીજ પાવર ના મળતો હોવાથી બોરવેલ માં મોટરો બળી જતાં ખેડૂતો ને રડવા નો વારો આવ્યો છે અને પશુપાલન માટે નો ઘાસ ચારો, રજકા બાજરી, ખાદ્ય (ઉનાળુ)બાજરી રજકો બળવા લાગ્યો છે અને ઓછા પવાર ને લીધે મોટર બળી જતાં આર્થિક રીતે 20 હજાર નો ખર્ચો થાય છે ત્યારે મોટર રીપેરીંગ થાય છે તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાનું ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે નેતાઓ ખેડૂતોને દિલાસો આપતા હોય છે પણ ખેડૂતો માટે સાચા અર્થે જ્યારે જરૂર હોય ને ત્યારે કોઈ કામ આવતું નથી અત્યારે ખેડૂતો એક બાજુ ગરમી નો તડકો એક બાજુ પાણીના ધાંધિયા અને વીજ કંપની ના પાવરના ધાંધિયા થી ખેડૂતો ત્રાહિમામ છે. ખેડૂતો ની આ કઠોર પરિસ્થિતિમાં સરકાર અને વીજ તંત્ર જાગે તો સારું છે એવી ખેડૂતોએ રજૂઆત કરી છે..