કાર્યપાલક ઈજનેરશ્રી, કડાણા વિભાગ નં.૧, દિવડા કોલોની હસ્તકની કડાણા ડાબા કાંઠા નહેર ખરીફ સિંચાઈનો લાભ લેવા માગતા સિંચાઈ વિસ્તારના બાગાયતદારોને જણાવવામાં આવે છે કે ચાલુ વર્ષ રવી મૌસમ ૨૦૨૨-૨૩ માટે પાણી લેવા માટેની અરજીઓ સરકારશ્રીએ નિયત કરેલ ફોર્મમાં સબંધિત સેક્શન કચેરીએથી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં સરકારશ્રી વર્તમાન નિયમો મુજબ સંપૂર્ણ હકીકત પુરેપુરી ભરીને રજુ કરવી કોરા અરજી પત્રકો જે તે સેક્શન ઓફીસેથી વિના મુલ્યે ઉપલબ્ધ થશે જે તે નહેર માઈનોર વોટર કોર્સ પરના લાભિત બાગાયતરાદોમાંથી ઓછામા ઓછા ૫૦% બાગાયદતદારોએ સિંચાઈનું પાણી મેળવવા અરજી કરી હશે તેવા નહેર/ માઈનોર વોટર કોર્સમાંજ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે જે તે નહેર પિયત વિસ્તારમાંથી જો ખુબજ ઓછા વિસ્તાર માટે પાણી મેળવવા અંગેની અરજીઓ આવશે તો તેવા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવુ કે નહીં તેવા નિર્ણય નહેર અધિકારીશ્રીને આધિન રહેશે, જેની સિંચાઈકારોએ ખાસ નોંધ લેવી. જે તે નહેર મંડળી ઘ્વારા પાણી લેવા માટેની અરજી કરવામાં આવશે તેને પિયત માટે પાણી આપવા માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ પિયત મંડળીની રચના કરવા ઉત્સુકતા દર્શાવશે તે માઈનોર સબમાઈનોર ને પ્રાધાન્ય અપાશે આગોતર પિયાવાની બાકી રકમ પ્રથમ ભરપાઈ કરવાની રહેશે. સિંચાઈનું પાણી સરકારશ્રી ધ્વારા ધારા ધોરણ મુજબ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. પાછલા બાકી પિયાવાની રકમ નિયમોનુસાર ભર્યાબાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે તેની બાગાયતદારોએ ખાસ નોંધ લેવી સિંચાઈ માટે ઢાળિયાને વ્યવસ્થિત રીતે રાખવાની જવાબદારી સબંધિત ખાતેદારોની છે અને તે જો પાણી લેવાના સમય સુધીમાં સાફ થયેલ ન હોય તો પાણી વહેવડાવવાનું બંધ કરી શકાય છે પોતાના ઢાળીયામાંથી બીજા ખેડુતોને પાણી મળે તે હેતુથી પાણી વહેવા દેવુ જોઈએ તે દરેક સિચાઈકારની પ્રાથમિક રીતે પ્રવિત્ર ફરજ છે. આમા બિન જરૂરી હસ્તક્ષેપ કે વિક્ષેપ કરવાનો પ્રયાસ કરનાર ઈસમ સામે કાયાદાકીય કાર્યવાહી થઈ શકે છે. જેની તમામ બાગાયતદોરોએ નોંધ લેવી.રવી મોસમ ૨૦૨૨-૨૩ સિંચાઈ માટેનું પાણી તા.૧૫/૩/૨૦૨૩ સુધી આપવામાં આવશે.તેમ કાર્યપાલક ઈજનેર કડાણા વિભાગ નં.૧ દિવડા કોલોની અખબારી યાદીમાં જણાવેલ છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |