ખંભાતમાં ભલે વિકાસ થયેલો દેખાય કે ન દેખાય પરંતુ જ્યારે સરકારના કોઈપણ મંત્રી ખંભાતમાં આવવાના હોય તો વહેલી સવારથી તંત્ર સફાઈ, રોડ પરના ખાડા પુરવાની કાર્યવાહીમાં જોતરાઈ જાય છે.બાકી આડા દિવસોમાં આમ જનતા સમસ્યાઓથી ત્રસ્ત હોય , તે બાબતે રજૂઆતો તોય નરી આંખે દેખાતી સમસ્યાઓને હલ કરવામાં તંત્રને તસ્દી લેતી નથી.આજ રોજ ખંભાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવવાના સમાચાર સાથે તંત્ર સફાઈ રોડ પરના ખાડાઓ પુરવા કામે લાગી ગયું હતું.રાત્રિએ તો ફટાફટ દરેક પોલીસ, આરોગ્ય, બધાને વ્યવસ્થા,સુવિધા ઉભી કરવાના ઓર્ડરો મળી ગયા..પોલીસ ટીમો દોડતી થઈ ગઈ.આ બધું જ શક્ય થઈ ગયું છે ખંભાતમાં ! જ્યારે કોઈકને કોઇ મંત્રી આવે ત્યારે જ ! વાસ્તવિકતા હજી સુધી રેલવે બ્રિજ બન્યું નથી.મોરબીના બ્રિજ તૂટી પડ્યો.કેટલાય રોડ ભ્રષ્ટાચારયુક્ત બન્યા, નવીન માર્ગો તૂટી ગયા, જર્જરિત થઈ ગયા પરંતુ એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવામાં ન આવ્યો.કેમનું ? સાહેબ સિસ્ટમ છે.બાકી પ્રજા માટે સિસ્ટમ કેમ ખોવાઈ જાય છે.બ્રિજ નીચે પ્રાંત કચેરી જતો માર્ગ ખાડાવાળો હતો.તેને વહેલી સવારે ૬ કલાકે ડામરથી બનાવી દીધો ! એટલુ જ નહીં સરદાર ટાવરથી લઈને સ્ટેશન-પ્રાંત કચેરી સુધીના રોડ પર જ્યાં જ્યાં ખાડા દેખાતા હતા ત્યાં સવારે જ ડામરના "થીંગડા" મારી દેવામાં આવ્યા હતા.જો કે આવી કામગીરી જોઇને ખંભાતની પ્રજાના જીભે એક વાક્ય ફરતું થયું હતું કે, "ખંભાતમાં રોજ એક મંત્રી આવવા જોઈએ જેથી રોડ રસ્તા સારા રહે અને સફાઈ પણ થાય !.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

(સલમાન પઠાણ-ખંભાત)