ખંભાત વિધાનસભાની ચૂંટણીને પગેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૧૦૮ ખંભાત વિધાનસભા ભારતીય જનતા ઓરતીના ઉમેદવાર મહેશકુમાર રાવલ (મયુર રાવલ)એ નામાંકન પત્ર ભર્યું હતું.તે દરમિયાન આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા ભાજપ કાર્યકારી પ્રમુખ-મયુરભાઈ સુથાર, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા અને શહેરના સંગઠનના પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખો, આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)