દિયોદર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે શુભ ચોઘડિયે નોંધાવી ઉમેદવારી,, ભવ્ય સભા યોજી... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવી આવ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાની મહત્વ ની બેઠક ગણાતી દિયોદર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.જેમાં કેશાજી ચૌહાણે તેમના સમર્થકો સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પોહચી દિયોદર વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી પત્ર ભર્યા પહેલા છાત્રાલય ખાતે સભા યોજી હતી.