સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી

હાલ જ્યારે ગુજરાતમાં વિધાનસભાનું ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે અનેક પક્ષોએ પોતાના હોદ્દેદારોની નિમણૂક કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભામાં જિલ્લા ભાજપના પ્રમુખ જગદીશ મકવાણા ને વઢવાણ વિધાનસભામાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ત્યારે જિલ્લા ભાજપનાં કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી હતી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે યુવાન હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને નિમણૂક થતા જીલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આવકાર્યા હતા

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮