મહેસાણા : મહેસાણા તાલુકાના લાખવડ ગામે પ્રેમ લગ્ન મામલે 15 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કરતા બે યુવક ગંભીર રીતે ઇજાગ્રત થતા હતા.જે બનાવની તપાસના 14 દિવસ વિતવા છતાં એક પણ આરોપી પોલીસ પકડમાં ન આવતા મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા એકત્ર થઈ મહેસાણા SPને આવેદનપત્ર આપી તપાસનો દોર LCB ને સોંપી ઝડપી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

મહેસાણા તાલુકાના લાખવડ ગામે 14 દિવસ અગાઉ બાઈક ઉપર નોકરી જઈ રહેલા યુવક ઉપર 15 લોકોના ટોળા દ્વારા ઘાતકી હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ભોગ બનનાર યુવકને છોડવા જતા અન્ય એક યુવક પણ ઇજ ગ્રસ્ત થયો હતો.લાખવડ ગામના કૌશિક પટેલ અને વિપુલ પટેલની આ હુમલામાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી બનાવને પગલે મહેસાણા તાલુકા પોલીસ મથકે 17 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 14 દિવસ વિતવા છતાં હુમલો કરનાર તમામ 15 આરોપી વોન્ટેડ હોવા છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી નથી જેને પગલે લાખવડના ગ્રામજનોએ આ બનાવવાની તપાસ મહેસાણા LCB ને સોંપવા અને આરોપીઓ સામે ઝડપી પાડીને કાર્યવાહી કરવા SP ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વધુમાં ગામ લોકોએ એ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા આ બનાવના આરોપીઓને પકડવા નહીં આવે તો સમગ્ર લાખવડ ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.