વિધાનસભાની ચૂંટણીને લઈ મોરવાડા ગામમાં ITPBના જવાનો અને સુઇગામ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી પંચના આદેશ મુજબ પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે સ્થાનિક પોલીસ,હોમગાર્ડ,GRD તેમજ ITBP ની ટીમ તૈનાત કરાઈ છે,ખાસ કરીને મોટા ગામો અને સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિ પૂર્ણ મતદાન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે,જે અંતર્ગત સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં આજે સાંજના સમયે સુઇગામ પોલીસની રાહબરી હેઠળ ITPBના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું,સશસ્ત્ર દળના ITPB ના જવાનોએ મોરવાડા ગ્રામ પંચાયતથી ચૌટા સુધી તેમજ ચોંટા થી ઠાકોર વાસ સુધી તેમજ ગામની અન્ય મુખ્ય શેરીઓમાં ફૂટ માર્ચ કર્યું હતું,જેમાં સુઇગામ પોલીસ સ્ટાફ હે.કો. પ્રકાશભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પણ જોડાયા હતા

અહેવાલ : કિરણ એપા