સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. પોલીસે એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લઈને બી.ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયેલ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવા પ્રકારની છેકે, સુરેન્દ્રનગરમાં ડો.પરીમલના દવાખાનાની બાજુમાં આવેલ કેશવલાલના ડેલામાં રહેતા ચંદુભાઈ પોલાભાઈ કુણપરા નામના ૫૫ વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે એક ગેરકાયદે દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સહીત રૂા. ૫૦,૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળે છે.