ભાજપમાં ભંગાણ 98 રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભામાં શ્રી કરણભાઈ બારૈયા ની અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ ફંકાઈ ગયું છે. ચૂંટણી જીત માટે ત્રણેય પાર્ટીઓ જારશોર પૂર્વક પ્રચાર શરૂ કરી દીધો છે. જાહેર થયેલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આ બધાની વચ્ચે રાજકીય માહોલ હિડોળે ચડ્યો છે. ત્રણય પક્ષો ચૂંટણીજીત માટે ધમધોકાર પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી જીત માટે રાજકીય પક્ષો દાવપેચ શરૂ કરી દીધા છે. ત્યારે 98 રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભામાં ભાજપમાં ભંગાણ અખિલ ભારતીય કોળી સમાજના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી કરણભાઈ બારૈયાને ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે .ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.30 વર્ષથી વધુ સમય જાહેર જીવનમાં રહેલ અને બિન સ્વાર્થે સેવાકીય કાર્યો કરનાર સમગ્ર પંથકના ભામાશા તરીકે ઓળખાતું નામ તમામ સમાજને સાથે રાખીને ચાલતા કોળી સમાજનો મોટો ચહેરો શ્રી કરણભાઈ બારૈયાની અપક્ષ ઉમેદવારી તમામ પક્ષો માટે ચિંતાનો વિષય બની છે. આ વિધાનસભામાં 1 લાખ થી વધારે કોળી મતદાતાઓ છે કોળી સમાજની નારાજગી થી ગત ટર્મ માં ભાજપની કારમી હાર થઈ હતી આ વખતે કોળી સમાજના સક્ષમ બે ઉમેદવારોમાં કોળી સમાજને રીઝવવા માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કોને સફળતા મળશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.