કડીના કરણનગર રોડ ઉપર રહેતો યુવાન જે પોતે કરણનગર રોડ ઉપર આવેલ હિટાચી કંપનીમાં નોકરી સારૂ ગયો હતો અને તેમનું પલ્સર બાઈક કંપનીની બહાર પાર્ક કરેલું હતું. નોકરી પૂરી કરીને બહાર આવીને જોયું તો તેમનું બાઈક ન દેખાતાં તેણે કડી પોલીસ સ્ટેશનમાં તેનું બાઈક ચોરી થઇ ગયાની ફરિયાદ નોધાવી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા SOG ટીમના માણસોને સુચના આપી હતી કે મહેસાણા જિલ્લામાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં અટકાયતી પગલા લેવા તેમજ નાસતા ફરતા આરોપીઓ તેમજ ચોરીનો ભેદ ઉકેલવા સારૂ સુચના આપી હતી. આ અંતર્ગત SOG ટીમના માણસો કડી તાલુકા વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.

આ દરમ્યાન SOG સ્ટાફના નરેશભાઈ,અબ્દુલ ગફાર સૈયદ તેમજ દિલીપકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઇસમ વાદળી તેમજ કાળા કલરનું પલ્સર લઈને ફરી રહ્યો છે જે અંતર્ગત સ્ટાફના માણસો કડીના જાસલપુર રોડ ઉપર આવેલ તાળીવાળી દરગાહ પાસે પેટ્રોલીંગમાં ઉભો હતો. આ દરમ્યાન એક ઈસમ 150 સી.સી.નું પલ્સર બજાજ કંપનીનું લઇને આવતાં સ્ટાફના માણસને તેને ઊભો રાખીને પૂછતાછ હાથ ધરી હતી.

SOG પોલીસ સ્ટાફનાં માણસોએ જાસલપુર રોડ ઉપર આવેલા દરગાહ પાસેથી એક ઈસમને શકમંદ પલ્સર બાઈક સાથે ઉભો રાખીને પુછતાછ કરી હતી. તે શેખ સફફાન જે જાસલપુર રોડ કડીનો રહેવાસી હોવાનું સ્ટાફની સામે કબૂલ્યું હતું. તેણે થોડાક દિવસો અગાઉ હિટાચી કંપની પાસેથી તેને પલ્સર બાઈક ચોર્યું હતું જે અંતર્ગત SOG સ્ટાફના માણસોએ પલ્સર બાઈકનો કબજો મેળવીને આરોપીની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બાઈક ચોરીમાં સંડોવાયેલા અન્ય અંસારી અનવર અને રમઝાનને પકડી પાડવા માટે SOG પોલીસ સ્ટાફના માણસોએ ચક્રો ગતિમાન કર્યાં હતાં.