વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ૧૦૦ મળીને જિલ્લામાં કુલ ૧૧૯ ફોર્મ ભરવામાં આવ્યા

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬૫ ફોર્મ ઉપડ્યા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૨

અમરેલી, તા.૧૪ નવેમ્બર, ૨૦૨૨ (સોમવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે સોમવાર તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં અંતિમ દિને કુલ ૧૦૦ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૧૯ ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિવસ સુધી ૬૧ ફોર્મ ઉપડ્યા હતા. ધારી - બગસરા વિધાનસભામાં અંતિમ દિને ૨૧ અને અગાઉ ભરાયેલા ૦૩ મળી કુલ ૨૪ ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે ૯૫- અમરેલી-વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને ૧૯ ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે અગાઉ ભરાયેલા ૦૨ મળીને કુલ ૨૧ ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યા છે. ૯૬- લાઠી- બાબરા વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને ૧૦ ફોર્મ ભરવામાં આવ્યા હતા, જ્યારે અગાઉ ભરાયેલા ૦૭ ઉમેદવારી પત્રકો મળીને કુલ ૧૭ ફોર્મ ભરવામાં આવ્યા છે. ૯૭- સાવરકુંડલા - લીલીયા વિધાનસભામાં ઉમેદવારી કરવાના અંતિમ દિને ૧૯ ફોર્મ ભરવામાં આવ્યા, જ્યારે અગાઉ ભરાયેલા ૦૫ મળીને કુલ ૨૪ ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યા છે. ૯૮- રાજુલા જાફરાબાદ મતવિસ્તારમાં ઉમેદવારી કરવાના અંતિમ દિને ૩૧ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ ભરાયેલા ૦૨ ઉમેદવારીપત્રકો મળીને કુલ ૩૩ ફોર્મ ભરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.૧૭ વેમ્બર,૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે ૩-૦૦ કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.