128 હાલોલ વિધાનસભા સમગ્ર પંચમહાલ જિલ્લાની પ્રતિષ્ઠિત અને દમદાર વિધાનસભા ગણાય છે જેમાં આ બેઠક પર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને ધારાસભ્ય પદે છેલ્લા 4 ટર્મથી ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારે પોતાનું પ્રભુત્વ જાળવી રાખી આ બેઠક પોતાના નામે કરી રાખી છે અને હવે 5 મી ટર્મ માટે પણ વિધાનસભા બેઠક માટે તેઓની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે જ્યારે હાલોલ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી એ પણ પોતાના યુવા કાર્યકર અને ઘોઘંબા તાલુકાના વતની એવા ભરતભાઈ રાઠવા પર પસંદગીનો કળશ ઢોળી તેઓની પસંદગી કરી ચૂંટણી જંગ માટે મેદાનમાં ઉતર્યા છે જેમાં બીજા તબક્કામાં 5 મી ડિસેમ્બરે હાલોલ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાવાનું છે જેમાં મતદાનના દિવસને આડે હવે ગણતરીના જુજ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારી પત્રો પણ 17મી નવેમ્બર સુધી જ ભરી શકાય તેમ હોવા છતાં આજે 14મી નવેમ્બર થઈ ગઈ હોવા છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા હાલોલ વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર ન કરવામાં આવતા હાલોલ વિધાનસભા મતવિસ્તારની પ્રજામાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને અનેક રહસ્યાના વમળો પેદા થવા પામ્યા છે જેમાં 128 હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ગોધરાના રાજેન્દ્ર પટેલ નામ મોખરે છે અને તેઓની ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચાઓ ચોરેને ચોંટે ચાલી રહી છે જ્યારે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટેના અન્ય દાવેદારો પણ કોંગ્રેસના મોવડી મંડળ સામે લાઈનમાં ઊભા છે ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ હાલના તબક્કે વિધાનસભા બેઠકની ટિકિટ કોને ફાળવશે તે અંગે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ ન કરતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ અકળામણ જોવા મળી રહી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું નારાજ જૂથ પણ કોંગ્રેસ તરફ જાય છે કે અપક્ષમાં બેસે છે કે પછી કોઈ વચગાળાનો રસ્તો કાઢી તેઓ શાંત થઈ જાય છે તેને લઈને પણ નીત નવી ચર્ચાઓ હાલોલ વિધાનસભા મતવિસ્તારની જનતામાં ઉઠવા પામે છે અને 128 હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર કોણ ? તે મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાને એરણે ચડ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं