ધારી-૯૪ વિધાનસભા ચુંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે કોંગ્રેસ પાર્ટી એ ડો. બોરીસાગર ને મેદાનમાં ઉતારેલ છે. ધારી-બગસરા અને ખાંભા જેવા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની જબરી લોકચાહના છે જેની સામે ડો.બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો છે અને સાથેજ એક ડોક્ટર તરીકે તેઓ ખાનગી હોસ્પિટલ ચલાવી રહેલા છે. ડો બોરીસાગર માટે ધારી વિધાનસભા જીતવી અથવાતો સ્વમાન ભેર સારા મત મેળવવા જરૂરી બની ગયેલ છે.કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ની નિસ્ક્રીયતા પણ કયાક ને કયાક ડો. બોરીસાગર ને મોટુ નુકસાન કરાવશે ? કોંગ્રેસ ની વોટબેંક એવા મુસ્લિમ સમાજ, અનુસૂચિત જાતી, એસ.સી/એસ.ટી આ તમામ મતદારો કોંગ્રેસ શિવાય આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અથવાતો અપક્ષ ઉમેદવાર ને સમર્થન આપી રહેલ છે ત્યારે ડો.બોરીસાગર ની નાવ ડુબશે કે તરશે એ કહેવુ ખુબજ મુશ્કેલ જણાય છે