સુરેન્દ્રનગર પોલીસમાં ક્યુઆરટી શાખામાં લીંબડી તાલુકાનાં ભોઇકા ગામનાં વતની શંકરભાઈ ભગવાનભાઈ ઓળકીયા તેમજ લીંબડી તાલુકાના જ બોરાણા ગામનાં વતની સહદેવભાઇ કડવાભાઇ ગળથળા ફરજ બજાવતા હતા. સપ્ટેમ્બર મહિનાથી કરાઈ ગાંધીનગર ખાતે કમાન્ડોનાં ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. 13-11-22એ રોજ બંને યુવાનને સુરેન્દ્રનગર સીપીઆઇ કચેરીએ ખાતાકીય તપાસ માટેની મુદ્દત હોઈ 12-11-22નાં રોજ સાંજે ગાંધીનગરથી નીકળ્યા હતા. રાત્રે 9:15 વાગ્યે લખતર ઉપરથી પસાર થઈ વઢવાણ તરફ જતા હતા ત્યારે લખતરના ઝમર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોઝ આડું ઉતરતાં બાઈક સ્લીપ થતાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતા.ત્યારે તેઓના સાથી કર્મીએ તુરંત 108ને ફોન કરી બોલાવી લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ પહોંચાડ્યા હતાં. પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબ હરદીપસિંહ જાડેજાએ બંનેને મૃત જાહેર કર્યા હતા. લખતર પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા તથા લખતર પોલીસ જવાનો દવાખાને પહોંચી ગયા હતા. બાદમાં રાત્રે જ જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, નાયબ જિલ્લા પોલીસવડા એચ.પી.દોશી તેમજ જિલ્લા પોલીસની ટીમ પણ લખતર દવાખાને પહોંચી હતી.