ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ગતિવિધિઓ હવે ધીરે ધીરે તેજ થઈ રહી છે ત્યારે સુરતમાં પણ ચુટણીનો રંગ જામ્યો છે જેમાં  સુરતના પુર્વ વિધાનસભા વિસ્તારમાં  એઆઈએમઆઈએમમાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીની ચૂંટણીલક્ષી સભા યોજાઇ હતી. જેમાં લઘુમતી સમાજના કેટલાક જાગ્રુત લોકોએ ઓવેસીની ચાલુ સભામાં કાળા વાવટા બતાવી મોદી મોદીના નારા લગાવ્યા હતા મામલો ગરમાયો હતો  આટલું જ નહી ઓવેસી અને પૂર્વના ઉમેદવાર વસીમ કુરેશીના પોસ્ટરો પર પણ લોકોએ  ચઢી જઈ દેકારો બોલાવતા ઉપસ્થિત હોદ્દેદારો પણ હેતબાઈ ગયા હતા.

જ્યારે સભા દરમ્યાન સ્ટેજ પરથી સંગઠનના કેટલાક લોકોને નીચે ઉતારી દેવામાં આવતા સંગઠનના લોકોમાં એઆઇએમઆઇએમના સંગઠનના હોદ્દેદારોમાં વિષે નારજગી જોવા મળી હતી હવે જોકે હાલમાં ચાલતી  ચર્ચા મુજબ ભાજપની બી ટીમ કહેવાતી અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરતી એઆઇએમઆઇએમ સુરત પૂર્વ વિધાન સભામાં કોંગ્રેસને કેટલું નુકસાન કરશે અને ઓવેેસીને  ચાલું સભામાં પોતાના ભાષણ દરમ્યાન થયેલો આ કડવા અનુભવ બાદ સુરતમાં ઓવેસી હવે કોઇ સભા સંબોધશે કે નહી તે તો આવનારા સમયમા જોવા મળશે.