ભાજપ દ્વારા 166 સીટો ફાળવ્યા બાદ પણ રબારી સમાજ ને એક પણ ટિકિટ ન આપતા ભાજપ સાથે રહેલ માલધારી મતદાતા ઓ માં આક્રોશ ફેલાયેલો જે ગતરોજ ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ બાઈવાડા દ્વારા વ્યક્ત કરાયેલ.  ડીસા રબારી સમાજ નું.રાજકીય એપી સેન્ટર છે. ત્યારે આજરોજ  ડીસા ના વતની એવા ડો.રાજુલબેન ને પાટણ વિધાનસભા ની ટિકિટ ફાળવી હોવાનું જાણવા મળેલ.ભાજપે રબારી સમાજ નો આક્રોશ ઠારવા નો પ્રયાસ કરેલ.આ સંદર્ભે નરસિંહભાઈ એ જણાવેલ કે ડીસા,ધાનેરા રબારી સમાજ જીતી શકે તેવી સીટો હતી, માવજીભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈ, બાબુલાલ દેસાઈ, રણછોડભાઈ, રાણાભાઈ જેવા ભાજપ ના સક્ષમ આગેવાનો  પણ હતા ખેર એ એમનો વિષય છે.લોકશાહી માં  પોતાની વિચારસરણી અનુસાર કોઈપણ પક્ષ ના માધ્યમ થી સમાજ સેવા થઈ શકે છે. હું કોંગ્રેસ નો કાર્યકર હોઈ  ડીસા માં કોંગ્રેસ ને જીતાડવા કટિબદ્ધ છું જ્યારે બાઈવાડા ના માજી સરપંચ કરશનભાઇ એ ટિકિટ ફાળવવા બદલ આભાર માનેલ.