અમદાવાદ : રામોલ : પુષ્પ હાઈટ ફ્લેટ નાં 450 થી વધુ રહીશો 15 દિવસ થી પીવાનાં પાણીથી વંચિત

અમદાવાદ શહેરના રામોલ રિંગ રોડ ની પાસે અને તળાવ ની સામે પુષ્પ હાઈટ ફ્લેટ નાં 450 થી વધુ રહીશો 15 દિવસ થી પીવાનાં પાણીથી વંચિત છે.એક વ્યક્તિ નાં ભૂલની સજા 450 થી વધુ રહીશો ભોગવી રહ્યા છે એટલે કે આ ફ્લેટ નાં ચેરમેન દ્વારા ફ્લેટનું લાઇટબીલ નાં ભરાતાં વિજ કનેક્શન વિજ કંપની દ્વારા કટ કરવામાં આવ્યું હતું,પરિણામે બોર ચાલુ નાં થઈ શકતા, પાણી મેળવવાની સગવડ હોવા છતાં પીવાના પાણી વગર છેલ્લા 15 દિવસ થી પીવાનાં પાણી વગર આ ફ્લેટ નાં રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.જયારે આ બાબતે ફલેટના રહીશો એ ફલેટના ચેરમેન ને સવાલ કરતા ચેરમેને આંખ આડા કાન કર્યા હતા.સૌથી મહત્વની બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારને વોટર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં કોર્પોરેશન દ્વારા પીવાનાં પાણીની લાઈન આપવામાં આવતી નથી અને પીવાના પાણીની ટેંકરો પણ આપવામાં આવતી નથી.જેથી ફલેટના રહીશોએ પૂર્વ વિસ્તારના કોર્પોરેટર મૌલિક ભાઈ અતુલભાઈ પટેલ સમક્ષ પોતાની પરેશાની ની રજૂઆત કરી હતી અને હંમેશાંની જેમ લોકોની સમસ્યા ને પોતાની સમસ્યા સમજનાર કોર્પોરેટર મૌલિક ભાઈ અતુલભાઈ પટેલે ફલેટના રહીશો ને પડી રહેલી તકલીફો વિશે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને લેખીતમાં રજૂઆત કરી હતી અને સાથે -સાથે ફલેટના ચેરમેન દ્વારા એક કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી,કારણ કે સોસાયટીમાં એક કરોડ રૂપિયાની આસપાસનું ફંડ જમા હોવા છતાં પણ લાઇટબીલ નાં ભરાતાં વિજ જોડાણ કપાઈ ગયુ હતું.જેથી ફ્લેટમાં રહેતા ચંદ્રકાંત મકવાણા અને સાગર ભાઈ ચૌહાણ દ્વારા પોલીસ સ્ટેશનની સાથે -સાથે આ બાબતની જાણ કોર્પોરેટર મૌલિક ભાઈ અતુલભાઈ પટેલ દ્વારા લેખીતમાં ગવર્નર, ગૃહમંત્રી અને પોલીસ કમિશનર ને પણ રજૂઆત કરવામાં આવી છે.