વડોદરા શહેર અને જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહયા છે ત્યારે બીજી તરફ કોરોના ના દર્દીઓ પણ વધી રહયા છે હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 869 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 51 દર્દી દાખલ છે.
જે પૈકી 6 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 648 લોકો ક્વોરન્ટીન છે
વડોદરામાં જે વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ નોંધાઈ રહયા છે તેમાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, ગોરવા, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, ગોત્રી, હરણી, સવાદ, કપુરાઈ, જેતલપુર, મકરપુરા, માંજલપુર,નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, સુભાનપુરા, તાંદલજા, ઉંડેરા, વડસર, વારસીયા, યમુનામીલ, ગોરજ, જાસપુર, આસોજ, ચોરંદા, મોટાફળીયા, પાચીયાપુરા, સાધી, રામપુરા, કરજણ, ભરથાણા, ઇન્દ્રાડ, સામળયા, ગારડીયા, ભાદરવા, રસુલાપુરા, લસુંદ્રા, ગાંગડીયા, ગોઠડા, ભથોરા, વાંકાનેર, સાવલી, રતનપુરા, કેલનપુર, સોખડા, આજોડ, રણોલી, ઓમકારપુરા, મિરઝાપુરા, દશરથ, ઇન્દિરાપુર, વાઘોડિયા નો સમાવેશ થાય છે આ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે