સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા 26 વર્ષીય યુવકની પત્ની અન્ય યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. આ બનાવથી લાગી આવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં આત્મહત્યા કરતાં પહેલાં યુવાને આ અંગેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેનો મિત્ર જ તેની ગર્ભવતી પત્નીને ભગાડી ગયાની અને જાતિ અંગે અપમાનિત કરતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લખતર પોલીસ મથકે મૃતક પુત્રના મિત્ર અને પોતાના પરિવારની પરિણીતાને ભગાડી જનારા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્નોએ માઝા મૂકી છે. યુવક અને યુવતી ક્ષણિક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને લગ્ન બાદ કાં તો યુવકને અથવા તો યુવતીને પસ્તાવાનો વારો આવે છે. ત્યારે આવા જ એક આંતરજ્ઞાતિય લગ્નમાં લખતર તાલુકાના વરસાણી ગામના યુવાનને આત્મહત્યા કરવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ગોઝારા બનાવની મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વરસાણી ગામના અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાએ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના કાળુભાઈ ભલુભાઈ પનારાની પુત્રી જ્યોત્સના સાથે 3 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં.26મી ઓગસ્ટના રોજ લખતર ગેસનો બાટલો ભરાવવા ગયેલો અશ્વિન ઘરે આવતા 6 માસનો ગર્ભ ધરાવતી જ્યોત્સના નજરે ન પડતાં તેના પરિવારજનોને પૂછતા તે પિયર ગઈ હોવાનું જણાવ્યું હતું. આથી શંકા જતા દશરથના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો. જેના લીધે દશરથ જ જ્યોત્સનાને ભગાડી ગયાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ અશ્વિનભાઈએ લખતર પોલીસ મથકે તા. 26 ઓગસ્ટના રોજ આ અંગે ફરિયાદ પણ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે અશ્વિને ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કપાસમાં છાંટવાની મોનોકોટા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતાં પહેલાં તેણે એક વીડીયો પણ વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર હકીકત વર્ણવી હતી. આ બનાવમાં મૃતક અશ્વિનભાઈના પિતા રાજાભાઈ વાલાભાઈ મકવાણાએ લખતર પોલીસ મથકે દશરથભાઈ રાતોજા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એસટીએસ સી સેલના ડીવાયએસપી વી.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रेनिंग के दौरान अलास्का में अमेरिकी सेना के दो हेलीकाप्टर क्रैश, तीन पायलटों की मौत
ट्रेनिंग से लौट रहे अमेरिकी सेना के दो हेलीकाप्टर गुरुवार को अलास्का में दुर्घटनाग्रस्त हो...
মৰাণত উপন্যাস সম্ৰাজ্ঞী ইলা বৰগোহাঁইৰ ৰচনাৱলী উন্মোচন কৰি য়েচে দৰজে ঠংছিয়ে ক'লে----
অসমীয়া সাহিত্যত মহিলা সাহিত্যিকৰ অৱদান আন ৰাজ্যৰ তুলনাত অধিক
ৰাজ্যখনৰ এগৰাকী বিশিষ্ট সাহিত্যিক, চলিত বৰ্ষৰ অসম চৰকাৰৰ অমল প্ৰভা দাস বঁটা বিজয়ী, উপন্যাস...
વલભીપુર રંઘોળા રોડ ઉપર રંઘોળા ચોકડી નજીક એલડીઓ નો 350 લીટર જથ્થો પોલીસે જપ્ત કર્યો
વલભીપુર રંઘોળા રોડ ઉપર રંઘોળા ચોકડી નજીક એલડીઓ નો 350 લીટર જથ્થો પોલીસે જપ્ત કર્યો
নুমলীগড়ৰ ধৰ্মেশ্বৰ আচনৰ
বাঁহৰ ৰাষ্ট্ৰীয় পতাকাখনে লাভ কৰিছে ব্যাপক চৰ্চা
দেশ স্বাধীনতা লাভ কৰা ৭৫ বছৰ সম্পূৰ্ণ হোৱা উপলক্ষে দেশজুৰি পালন কৰি আছে আজাদি কা অমৃত মহোৎসৱ,...