અંબાજી થી ગબ્બર સુધી નું રીક્ષા ભાડું 10 રૂ એક વ્યક્તિ નું , તમામ રિક્ષાઓ પર સ્ટીકર ચિપકાવી અંબાજી પોલીસે કરી એક સરાહનીય કામગીરી , વધુ પેસા લેવા પર લાગશે બ્રેક
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબા નું ધામ અંબાજી વિશ્વવિખ્યાત છે. તો મા અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવતા હોય છે. અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યા માં માઇભક્તો આવી આશીર્વાદ મેળવે છે. અંબાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઇ ભક્તો અંબાજી નજીક 3 કિલોમીટરના અંતરાલે આવેલા ગબ્બર ગોખ પર માતાજી ના અખંડ જ્યોતમાં દર્શન કરવા આવતા હોય છે. માઈ ભક્તો અંબાજી થી ગબ્બર જવા માટે પ્રાઇવેટ વાહનો તો અમુક ટેક્સી અને રીક્ષાઓ કરી ગબ્બર આવતા હોય છે .અંબાજી થી ગબ્બર જતા યાત્રાળુઓ છેતરાય ના તે માટે અંબાજી પોલીસ ની એક મહત્વ ની પહલ કરી છે.
અંબાજી થી ગબ્બર સુધીનો માર્ગ 3 કિલોમીટર થતો હોય છે જેના લીધે અમુક રીક્ષા ચાલકો અને પ્રાઇવેટ વાહનો દ્વારા અંબાજી થી ગબ્બર આવતા દર્શનાર્થીઓ થી વધુ પૈસા લેવાતા ની ફરિયાદો ઉઠતા અંબાજી પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે .અંબાજી પોલીસ દ્વારા તમામ રીક્ષા ચાલકો ને સૂચન અપાયું છે તો દરેક રીક્ષા ઉપર અંબાજીથી ગબ્બર સુધી એક વ્યક્તિનું રીક્ષા નું ભાડું ₹ 10 નું સ્ટીકર રીક્ષા પર ચીપકાવવાની કામગીરી કરતા યાત્રાળુઓ મા ખુશીનો માહોલ છે. તો અમુક રીક્ષા ચાલકો દ્વારા વધુ પૈસા લેવામાં આવતા પર બ્રેક લગાવા થી દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ અંબાજી પોલીસ ની આ કામગીરી થી ખુબજ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.