છોટુ વસાવા આવતી કાલે ઝઘડિયા વિધાન સભા માથી ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી કરવા જવાના હોવાના મેસેજ વાયરલ કર્યો.

 છોટુ વસાવા ના પુત્ર મહેશ વસાવા એ પોતાના પિતા છોટુ વસાવા ની જ બેઠક પરથી ઉમેદવારી કર્યા બાદ છોટું વસાવા જાતે આવતીકાલે તેમની જ બેઠક પર ઉમેદવારી કરવા જવાના હોવાના મેસેજ વાયરલ કર્યો.

બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને છોટુ વસાવા ના પુત્ર ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા એ પોતાના પિતાનું જ નામ કાપી પોતે જ ઝઘડિયા બેઠક પર ઉમેદવારી કરવાની યાદી જાહેર કરી હતી.

ઉમેદવારીની જાહેરાત બાદ બીટીપી માં ભંગાણની શરૂઆત થઈ હતી

ગત રોજ મોડી સાંજે છોટુ વસાવા ના નાના પુત્ર દિલીપ વસાવા એ બી ટી પી અને બીટીટીએસ ના તેના મહાસચિવના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનો સોશિયલ મિડિયા દ્વારા જાહેર કર્યું હતું.

હવે છોટુ વસાવા પણ ઝઘડિયા ની બેઠક પરથી જ બીટીપી માંથી ઉમેદવારી કરશે અથવા બીટીપી નું મેન્ડેડ નહીં મળે તો અપક્ષ ઉમેદવારી કરશે તેવા અહેવાલો વહેતા થયા છે.

જો બીટીપી માં પડેલું ભંગાણનુ ડેમેજ કંટ્રોલ નહીં થાય તો પિતા પુત્ર સામસામે ચૂંટણી જંગ ખેલ છે !!