નાળ ગામના ૬૫ વર્ષીય આધેડ નાથાભાઈ ચોથાભાઈ આલગોતર સાવરકુંડલા યાર્ડમાં મગફળીનું વેચાણ કરી સાવર કુંડલા ના બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યાંરે એક રીક્ષામા ધસી આવેલા ત્રણ શખ્સોએ તેને રીક્ષામા બેસાડી બાદમા રોકડ અને મોબાઇલની લુંટ ચલાવી ધક્કો મારી નીચે પછાડી દઇ નાસી છુટતા આ બારામા તેણે સાવરકુંડલા સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

નાળ ગામે રહેતા નાથાભાઇ ચોથાભાઇ આલગોતર ઉ.વ .૬૫ નામના આધેડ સાવરકુંડલા માર્કેટીંગયાર્ડમા મગફળીનુ વેચાણ કરી બસ સ્ટેશન પાસે ઉભા હતા . આ દરમિયાન બે અજાણ્યા પુરૂષ તેમજ એક સ્ત્રી ઓટો રીક્ષામા બેસીને તેની પાસે આવ્યા હતા અને કહેલ કે પોતે પણ બેંકના કામે જતા હોય આધેડને રીક્ષામા બેસાડી દીધા હતા.રીક્ષા થોડે દુર ચાલતા એક શખ્સ ઉધરસ ખાઇ બે ત્રણ ધક્કા મારી આધેડે પહેરેલ કડીયાના નીચે ખમીસના

ગજવામા રાખેલ રોકડ રૂપિયા ૫૫૯૨૦/- અને મોબાઇલ આંચકી લીધો હતો અને આધેડને ધક્કો મારી રીક્ષામાથી ઉતારી દઇ નાસી છુટયા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.