સતવારા સમાજના ભાવી યુવાપેઢીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા અને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવા શ્રી ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજ બોર્ડીંગ સંચાલિત સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે 14મી બેન્ચનો શુભારંભ...કરવામા આવ્યો જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિવેકસાગર સ્વામી- સ્વામી નારાયણ મંદિર,નરશીપરા ધ્રાંગધ્રા,શ્રી સતવારા બોર્ડિંગ જોરાવરનગરના પ્રમુખશ્રી કાંતિભાઈ માસ્તર, શ્રી વાસુદેવભાઈ રાઠોડ-કંકાવટી એકેડમીના સંચાલક ભાઈઓ,શ્રી શંકરભાઇ કણઝરીયા,શ્રી લાભુભાઈ ડાભી-બાપ સીતારામ ફ્રી ટીફીન સેવા,શ્રી હરિલાલભાઈ લકુમ, શ્રી જયેશભાઇ પરમાર,શ્રી જગદીશભાઈ ચાવડા,શ્રી જગદીશભાઈ લકુમ,શ્રી મનસુખભાઇ મકવાણા, શ્રી હરેશભાઇ મકવાણા,શ્રી લલિતભાઈ ખાંદલા,શ્રી જીતેન્દ્રભાઈ કણઝરીયા તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા. આ તકે તલાટી, ક્લાર્ક ની તૈયારી માટે જનરલ બેન્ચ ની તૈયારી કરાવવામાં આવશે તથા 14 મી બેંચમા જોડાઈને જે વિધાર્થી સરકારી નોકરીમાં લાગશે તેમને પ્રોત્સાહન રૂપે સિદ્ધનાથ સોશ્યિલ ગ્રુપ સુરેન્દ્રનગર ના આગેવાન એવા ગણેશભાઈ મકવાણા દ્વારા દરેક વિધાર્થીની 3000 ત્રણ હજાર ફી ના રૂપિયા પરત આપવામાં આવશે તથા તૈયારી કરતા વિધાર્થીઓ ને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા ઝાલાવાડ બોર્ડિંગમાંજ લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ છે જેમાં દરેક વિભાગની પરીક્ષાની તૈયારી માટેની બુક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે હાલની મોંધવારીમાં પણ નજીવી ફી લઈને તૈયારી કરાવવામાં આવે છે ,તથા સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર 2014 થી કાર્યરત છે જેમાં જોડાઈને અંદાજે 200 થી વધુ વિધાર્થીઓ સરકારી નોકરીમાં GPSC, psi, પોલીસ, ક્લાર્ક, તલાટી કમ મંત્રી, હાઇકોર્ટ ક્લાર્ક, વન વિભાગ, શિક્ષક, જેવી વિવિધ વિભાગની પોસ્ટ પર જોડાઈને સેવા આપી રહીયા છે અમારો પ્રયત્ન વધુમાં વધુ આપડા સમાજનાવિધાર્થી સરકારી નોકરીમાં જોડાઈ એવો છે આ તકે જેમને તૈયારી માટે જોડાવું હોય તો એકેડમી સંચાલકનો સંપર્ક કરવો.