સિંગર મીકા સિંહે રાખી સાવંત દ્વારા કરવામાં આવેલી છેડતીની ફરિયાદને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. મિકાના વકીલનું કહેવું છે કે તેણે અને રાખીએ સાથે સમાધાન કરી લીધું છે, તેથી હવે તે કેસ રદ કરવા માંગે છે.

બીજી તરફ, રાખીના વકીલનું કહેવું છે કે તે પણ આ બાબતમાં સમાધાન કરવા માંગે છે, તેથી તેના માટે એફિડેવિટ તૈયાર કરી હતી. જોકે, હવે એ સોગંદનામું હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગમાં ક્યાંક ખોવાઈ ગયું છે. કોર્ટનો નિર્દેશ છે કે રાખીએ આગામી સપ્તાહ સુધીમાં નવેસરથી એફિડેવિટ તૈયાર કરવી પડશે જેથી આગળની કાર્યવાહી પૂર્ણ કરી શકાય.

'હવે FIR રદ્દ કરવામાં કોઈ વાંધો નથી'
જસ્ટિસ એએસ ગડકરી અને પીડી નાઈકની બેન્ચ સામે રાખીના વકીલ આયુષ પાસબોલાએ કહ્યું, 'તે (રાખી) પોતાના પ્રોફેશનલ કામમાં વ્યસ્ત છે, પરંતુ બંનેએ આ વિવાદ ઉકેલી લીધો છે. તેથી, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવામાં કોઈ સમસ્યા નથી

'મામલો 17 વર્ષ જૂનો છે, હવે બંને મિત્રો છે'
બીજી તરફ મીકા સિંહના વકીલ ફાલ્ગુની બ્રહ્મભટનું કહેવું છે કે આ મામલો 17 વર્ષથી અટવાયેલો છે. મીકા સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે, પરંતુ આરોપો સાબિત કરવાનો બાકી છે. જો કે, બંને હવે મિત્ર બની ગયા છે, અને મુદ્દાઓ ઉકેલી લીધા છે

2006માં મીકા સિંહે રાખીને જબરદસ્તી કિસ કરી હતી
2006માં મીકા સિંહે રાખીને તેના જન્મદિવસ પર જાહેરમાં કિસ કરી હતી. આ ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. રાખીની ફરિયાદ પર મીકા પર આઈપીસીની કલમ 354 (છેડતી) અને 323 (હુમલો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મિકા ગુમ થઈ ગયો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો