વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 જિલ્લામાં શ્રમયોગીને કામે રાખતી જુદી-જુદી સંસ્થાઓમાં રાજયના કાર્યરત તમામ શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિવિધ સંસ્થા દ્વારા એક અધિકારી/કર્મચારીને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ પરત્વે જે-તે સંસ્થા કે ઔદ્યોગિક એકમમાં કાર્યરત હોય તેવા તમામ શ્રમયોગીઓ 

કોન્ટ્રાકટ મારફત કાર્યરત શ્રમયોગી, રોજમદાર શ્રમયોગીને મતદાન કરવા માટે તેમને પરવાનગી આપવામાં આવશે.

મતદાન દિવસે જે-તે સંસ્થાના શ્રમયોગી/કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવામાં આવે છે અને કર્મચારીના પગારમાંથી કોઈપણ પ્રકારની કપાત કરવામાં આવતી નથી. 

વધુમાં આંતર જિલ્લા સ્થાળાંતરિત (અમરેલી જિલ્લા સિવાયના અન્ય જિલ્લાના) શ્રમયોગી કાર્યરત હોય તો તેમને પોતાના વતનમાં મતદાન કરી શકે તેમ હોય તો તેમને રજા આપી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંસ્થા દ્વારા નોડલ અધિકારીશ્રી મારફતે સુનિશ્ચિત કરવામાં આવશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.