આગામી 15 ઓગસ્ટ લઇ કેન્દ્ર સરકાર દ્રારા હર ઘર તિંરગા અભિયાન પૂરજોશમાં ચલાવમાં આવી રહ્યો છે જેમાં 13થી15 ઓગસ્ટ સમ્રગ દેશમાં 20 કરોડ તિરંગા લગાવમાં આવશે આ અભિયાનને પૂરજોશમાં સમ્રગ દેશમાં આગળ ધપાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજે સુરતમાં બે કિલોમીટર સુધી પદયાત્રા યોજાવામાં આવી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હર ઘર તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી નિવૃત સૌનિકો સામેલ થયા હતા આજે દેશ 75 વર્ષ આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તે અંતર્ગત આ વર્ષે વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવશે જેમાં આઝાદીના પોતાના પ્રાણી આહુતિ આપનાર સ્વતંત્રસેનાયીઓ શ્રદ્રાંજિલં પાઠવી લોકોમાં દેશ પ્રેમ અને આઝાદીની લડાઇ લડનાર લડવૈયાઓ યાદ કરવામાં આવશે.

આ પ્રસંગે સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આઝાદીના 75 વર્ષ એકતાની લહેર જાગી છે અને હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત ગુજરાતના ઘરે-ઘરે તિરંગા લહેરાવાનો સંકલ્પ કર્યુ છે દરેક ગુજરાતીઓને અપીલ કરુ છે તિરંગા ખરીદી પોતાના ઘરે લગાવજો અને હર ઘર તિરંગા અભિયાનામાં સહભાગી બનજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા દેશના તમામ નાગરિકોને આઝાદી અમૃતકાળમાં હર ઘર તિરંગા લગાવવા અનુરોધ કરવામાં આવ્યુ છે અને વડાપ્રધાને પોતાની ડી પી બદલીને તિરંગા મૂકી છે અત્યાર સુધી 20 કરોડથી વધુ તિરંગા દેશમાં બનાવમાં આવ્યા છે જેમાં 10 કરોડ તિરંગા માત્ર ઉધોગનગરી સુરતમાં તૌયાર થયા છે
ઉલ્લેખનીય છે કેદિલ્હીમાં સંસાદ દ્રારા લાલકિલ્લાથી વિજયચોક સુધી તિરંગા યાત્રા યોજાવમાં આવી હતી જેમાં સંસાદ સ્મૃતિ ઇરાની, દર્શના બેન જરદોશ, રંજનભટ્ટા સહિત મહિલા સંસાદો બાઇક રેલીમાં જોડાયા હતા