જયપુરની ટીમે ડોક્ટર ને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા રંગેહાથે પકડી પાડ્યા
ભીલડી માં ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતા હોવાથી
ડો કે બી પરમાર ને ત્યાં રાજસ્થાનના સ્વાસ્થ્ય અને આરોગ્ય કલ્યાણ વિભાગ નો દરોડો
ડોક્ટર અને દલાલની ધરપકડ સાથે સોનોગ્રાફી મશીન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
ડીસા તાલુકાના ભીલડી શહેર માં ખાનગી ડોક્ટર જાતિ પરીક્ષણ કરતો હોવાની વિગતો મળતા રાજસ્થાન રાજ્ય ના સ્વાસ્થ્ય અને આરોગ્ય કલ્યાણ વિભાગ ની ટીમે ડિકોય ઓપરેશન હાથ ધરી ડોક્ટર અને મહિલા દલાલ ને રંગેહાથ ઝડપી પાડતા ધરપકડ કરી છે
રાષ્ટ્રીય હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર સુધીર કુમાર શર્મા એ માહિતી આપતા કહ્યું કે પીસીપીએનડીટી યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ગંગવાણીને માહિતી મળી હતી કે રેવદર જિલ્લા ના સિરોહીમાં એક મહિલા બ્રોકર જમનાદેવી ગુજરાત ના એક ડૉક્ટરના સંપર્કમાં છે જે પચાસ હજાર રૂપિયા લઈ ગર્ભવતી મહિલાઓને ગુજરાતમાં ક્યાંક પોતાની સાથે લઈ જઈ ગેરકાયદેસર ગર્ભ જાતિ પરીક્ષણ કરાવે છે આ માહિતી પર જયપુરથી પોલીસ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર ગંગવાણીના નેતૃત્વમાં કોન્સ્ટેબલ કૈલાશ ચંદ્રા,નરેન્દ્ર કુમાર અને શાનુ ચૌધરીની સાથે જાલોર જિલ્લા PCPNDT સંયોજક શંકર લાલ સુથાર અને સિરોહી જિલ્લા PCPNDT સંયોજક દેવકિશન ની ટીમ બનાવવામાં આવી જે ગુરુવારે રેવદર પહોંચી હતી જ્યાં ગર્ભવતી મહિલા અને મદદગારે મહિલા દલાલ જમના દેવી (45), રેવદર જિલ્લા સિરોહીની રહેવાસીનો સંપર્ક કર્યો અને ગુજરાત માં ક્યાં જાતિ પરીક્ષણ કરાય છે તેની વિગત મેળવતા ભીલડી ના ડો.કે.બી.પરમાર હોસ્પિટલ અને મેટરનિટી હોમ નું નામ આવ્યું જ્યાં ભ્રૂણ જાતિ પરીક્ષણ માટે ડૉક્ટર ના 40 હજાર રૂપિયા અને મારી દલાલી તરીકે 10 હજાર રૂપિયા તેવું જણાવતા ટીમ દ્વારા ડીકોય ઓપરેશનની યોજના બનાવી અને સગર્ભા મહિલાના સહાયકે પીસીપીએનડીટી યુનિટ દ્વારા મહિલા બ્રોકરને સોંપવામાં આવેલા 50 હજાર રૂપિયા આપ્યા ત્યારબાદ તેઓ ભીલડી આવવા રવાના થયા. પાછળ થી PCPNDT ટીમ તેમનો પીછો કરતી રહી ત્યારે ભીલડી ખાતે આવેલ ડો.કે બી.પરમાર ની હોસ્પિટલમાં ડિકોય યોજના પ્રમાણે ડમી ગ્રાહક મોકલી સોનોગ્રાફી કરાવીને છોકરો હોવાનું જણાવ્યું હતું. તે દરમિયાન ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને ડૉ. કે.બી. પરમાર ને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધા અને મહિલા દલાલ પાસેથી 40 હજાર અને 10 હજારની ઉચાપતની રકમ કબજે કરી હતી. સ્થળ પરથી મહિલા દલાલ અને ડોક્ટર ની અટકાયત કરી અને સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભીલડી માં રહેતા ડો કે બી પરમાર ને ત્યાં અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ના આરોગ્ય અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે સમયે પણ સોનોગ્રાફી મશીન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ફરી એકવાર જાતિ પરીક્ષણ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા છે આ અંગે અધિકારી ના જણાવ્યા પ્રમાણે દલાલ જમનાબાઈએ રાજસ્થાનથી બે વર્ષ થી સગર્ભા સ્ત્રીઓને ગર્ભના લિંગ પરીક્ષણ માટે અહીં લાવતી હતી ભીલડી ડૉક્ટર અને મહિલા દલાલની ધરપકડ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર મનોહર લાલ મીનાએ કહ્યુ હતુ વધુ તપાસ માટે બન્ને ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે