ખેડા જિલ્લા ઠાસરા તાલુકા ના કાલસર અને ધુણાદરા ખાતે ડાકોર પોલીસ અને એસ એસ બી ના જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી.

 ગુજરાત રાજ્ય માં વિધાનસભા ની ચૂંટણી નજીક છે અને હાલ આચાર સહિતા લાગુ કરી દેવામાં આવી છે સમગ્ર રાજ્ય મા શાંતિ સલામતી જળવાઈ રહે તે અર્થે તમામ જિલ્લા તાલુકાઓ તેમજ ગ્રામીણ વિસ્તારો માં મિલિટરી જવાનો અને પોલીસ કર્મીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે ઠાસરા તાલુકા ના ડાકોર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ચૌધરી સાહેબ તેમજ એસ એસ બી ના જવાનો દ્વારા ડાકોર તાલુકાના કાલસર અને ધુણાદરા ગામે ફ્લેગ માર્ચ યોજવામાં આવી .રિપોર્ટ અનવર સૈયદ.. ઠાસરા ખેડા