હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે છાપો મારી રૂ. 57,125/- ની વિદેશી દારૂની 463 નંગ બોટલો ઝડપી પાડી એક આરોપીને સ્થળ પરથી ઝડપી બે આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોધી કાયદાકીય કાર્યવાહી કરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ રૂરલ પોલીસ મથકના પી.આઇ.આર.એ.જાડેજાએ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પંથકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના માહોલને લઈને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે વોચ રાખી તેમજ તાલુકામાં ચાલતી પ્રોહીબિશનની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટેની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત પી.આઇ.આર.એજાડેજાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે હતો ભરતભાઇ રણછોડભાઈ ઉર્ફે ભયલાલભાઈ રાઠવા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે વિટોજ ગામે ભરતભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં છાપો મારી ઘરની પાછળના ભાગે આવેલ બનાવેલ પતરાના ઢાળીયાની દિવાલના ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકના ક્વાટરીયા તેમજ ટીન બિયરની બોટલોની નંગ 463 જેની અંદાજિત કિંમત 57,125/-રૂ.નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં હાલોલ રૂરલ પોલીસે ભરતભાઈ રણછોડભાઈ ઉર્ફે ભયલાલભાઈ રાઠવા સહિત તેની સાથે સંકળાયેલ આરોપી મનીષભાઈ સરતાનભાઇ રાઠવા રહે. પટેલ ફળિયું,ચીસાડીયા ગામ, તા.જી. છોટાઉદેપુરનાઓ મળી બન્નેઆરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે.