સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય,પીએસઆઈ વી.એ.લીંબાચિયા તેમજ સ્ટાફના માણસો કાર્તિક પૂનમના મેળા સબબ સરસ્વતી નદીપટમાં બંદોબસ્તમાં હતા તે અરસામાં બાતમી આધારે બે ખુંખાર આરોપી ઇસમો ને ઝડપી પાડયા હતા.આ ઈસમો પૈકી એક વિરુદ્ધ પાટણ જિલ્લાના વાગદોડ પો.સ્ટે. અને વારાહી પો. સ્ટે.માં તેમજ અન્ય બીજા ઈસમ વિરુદ્ધ ઊંઝા અને મહેસાણામાં ચોરી સબબ ના ગુના નોંધાયેલા હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધપુર પોલીસ ટીમ ગત ૧૦મી ના રોજ મેળા બંદોબસ્ત હતા તે અરસામાં મળેલ બાતમી અનુસાર આરોપી અબ્બાસ ખાન મીસરીખાન ઉસમાન ખાન પઠાણ (સિંધી),ઉ.વ.૩૮,રહે.રાણીસર,તા. સાંતલપુર,જિ.પાટણવાળાની શંકા આધારે પૂછપરછ કરી મોબાઈલ કોપ એપ્લિકેશનથી તપાસ કરતા સદર ઈસમ વિરુદ્ધ વાગદોડ પોલીસ મથકે ઇપીકો ૩૦૭,જી.પી.એક્ટ ૧૩૫,તેમજ આમ્સ એક્ટ ૨૫(૧)એ,મુજબ તેમજ સરસ્વતી પોલીસ મથક ખાતે ઇપીકો ૨૨૯(એ) મુજબ ગુનો નોંધાયો હોવાનું તેમજ તે ગુના સબબ તેની અટક કરવાની બાકી હોવાની વિગતો મળી હતી.ઉપરાંત આ ઈસમ વિરુદ્ધ વારાહી પોલીસ મથકે ખૂન કેસના ગંભીર ગુન્હામાં પકડ વોરન્ટમાં પકડવાનો બાકી હોવાનું કબૂલાત કરી હતી.જ્યારે બીજો પકડાયેલ આરોપી મુસા રજબ અલ્લારખા જાતે,સિંધી (ડફેર),ઉ.વ.૩૨,રહે.મહેસાણા રાધનપુર ચોકડી લશ્કરી કુવા પાસે વાળાની પૂછપરછ કરતા તેનું અગાઉ ઊંઝા ખાતે જીરા ચોરી નામ આવેલ હોવાનું તેમજ છઠિયારડા ગામે હથિયારમાં પકડાયેલ તેમજ મહેસાણા ખાતે લોખંડ ચોરીમાં પકડાયેલ હોવાની તેણે કબૂલાત કરી હતી.આથી સિદ્ધપુર પોલીસે આ બન્ને આરોપી ઓની સીઆરપીસી ૪૧(૧)આઈ મુજબ અટક કરેલ છે.અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર ખાતે પીઆઈ જે.બી.આચાર્ય હાજર થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મહદઅંશે સુધરી છે.