આવનાર 5 મી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી-ગુજરાત રાજ્ય દ્વારા ચૂંટણી માટે "અવસર લોકશાહીનો" કેમ્પઈન જાહેર કરવામાં આવેલ છે.આવનાર ચૂંટણીમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર ખંભાત શહેર તેમજ તાલુકાના તમામ મતદારો માટે સ્લોગન-ચિત્ર સ્પર્ધા યોજવામાં આવનાર છે.જેમાં ઘર બેઠા સ્વૈચ્છિક રીતે ભાગ લઇ શકશે.
આ અંગે પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે કે, ટેગલાઈન/સ્લોગન/સૂત્ર સ્પર્ધામાં "મારો મત મારો અધિકાર", દરેક મતનું મૂલ્ય, નૈતિક મતદાન વિષય થીમ રહેશે.જ્યારે ચિત્ર સ્પર્ધામાં મતદાન તથા ચૂંટણી વિષયક ચિત્ર દોરવાનું રહેશે.સ્પર્ધકે કરેલ પ્રવૃત્તિની ઓરીજનલ કૃતિ, ભાગ લેનાનું નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ ઓળખ કાર્ડની નકલ સાથે મામલતદાર કચેરી, ત્રણ દરવાજા ખંભાત જી.આણંદ ખાતે મોકલી આપવાની રહેશે.આ ઉપરાંત ઇમેઇલ-આઈડી : mam-khambhat@gujarat.gov.in પર મોકલી આપવાની રહેશે.કૃતિની ચકાસણી બાદ ત્રણ-ત્રણ કૃતિઓને સન્માન કરવામાં આવશે.યોજાનાર સ્પર્ધાની પ્રવૃતિઓ-કૃતિઓ ૧૨/૧૧/૨૦૨૨ થી ૨૫/૧૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368