વિધાનસભા ૨૦૨૨ માં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના અનેક દાવેદારો ને ટીકીટ ન મળતા પોતપોતાના પક્ષની સામે નારાજગી વ્યક્ત કરેલ છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહેલ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પાયલ પટેલ નુ નામ પણ આમ આદમી પાર્ટી એ કાપી નાખતા પાયલ પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ધારી-૯૪ વિધાનસભા લડવા તૈયાર થયેલ છે.આમ આદમી પાર્ટી ને ધારી-બગસરા-ખાંભા વિસ્તારમાં મજબૂત કરવા પાયલ પટેલે ખુબજ મહેનત કરેલ અને એક સક્ષમ મહીલા રાજકીય નેતા તરીકે ઉભરી આવેલ હતા. પરંતુ ઈમાનદાર ગણાતી આમ આદમી પાર્ટી એ પાયાના પથ્થર સમાન સક્ષમ દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં આવેલ કાંતીભાઈ સતાસીયા ને ટીકીટ આપતા ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠન માં મોટુ ભંગાણ પડેલ છે. સહુ દાવેદારો ધડાધડ રાજીનામા આપીને બીજી પાર્ટી ના સમર્થન માં અથવાતો અપક્ષ ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા અને આમ આદમી પાર્ટીની વ્યુહરચના ને તોડવા મેદાનમાં ઉતરેલ છે.... પાયલ પટેલ હાલ તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રહેલા છે અને ધારી વિધાનસભા જીતવા આન, બાન, શાનથી અપક્ષ ઉમેદવાર તરીકે મતદારો સમક્ષ આવી રહેલા છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं