સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વાહન ચોરીના ગુના અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપી હતી. આથી એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન મૂળીમાં ચોરીની રીક્ષા સાથે હોવાની બાતમી મળી હતી.આથી મૂળીના ચોક પાસેથી મૂળીના રહીશ હિતેશભાઇ રમેશભાઇ ધાંધલપરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં 3 મહિના પહેલા સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. આથી સીએનજી રીક્ષા સહિત રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને આગળની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.