ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના જાહેર થયેલા કાર્યક્રમ અન્વયે મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારની તા.૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે, જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઓમ પ્રકાશે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સાથે બેઠક યોજી આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. તેની સાથોસાથ ઓમ પ્રકાશે પ્રત્યેક ટીમના વડાશ્રીઓ સાથે સીધો સંવાદ કરી ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય ખર્ચ નિરિક્ષકશ્રી ઓમ પ્રકાશે મહીસાગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જોવાનો ખાસ અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમોએ એકબીજા સાથે સુસંકલન જળવાઈ રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.