ગુજરાત ના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ને ૧૪ દિયોદર વિધાનસભા માં ભાજપે ઉતાર્યા મેદાને... ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોનો નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે અને કેટલા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. બીજેપીએ પ્રથમ તબક્કામાં ૧૬૦ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. પ્રથમ યાદીમાં બનાસકાંઠા જિલ્લાના ૧૪ દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ ને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે કેશાજી ચૌહાણે માં અંબા ના ધામ જઈ માં અંબા ના ચરણો માં શીશ ઝુકાવ્યું હતું.બીજી બાજુ દિયોદર ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો.કેશાજી ચૌહાણ રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. કેશાજી ચૌહાણે સમગ્ર જનતા તેમજ ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો..બનાસકાંઠા ભાજપના ઉમેદવારો ની વાત કરીએ તો પાલનપુર અનિકેત ઠાકર,વાવથી સ્વરૂપજી ઠાકોર,,થરાદથી શંકર ચૌધરી,,ડીસા પ્રવીણ ગોરધનજી માળી,,ધાનેરા ભગવાનભાઈ ચૌધરી,,વડગામ મણિલાલ વાઘેલા,,કાંકરેજ કીર્તિસિહ વાઘેલા અને દાંતા લઘુભાઈ પારઘી ને ભાજપે મેદાને ઉતાર્યા છે..