વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ચોકડી મારી દેજો: ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યું જેમાં વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજમાં હાલમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજના લોકો વાંકાનેરમાં દરબાર બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને ભાજપની પ્રદેશ નેતાગીરી વાંકાનેરની ટિકિટ માટે ફરી વિચારણા કરે નહીં તો આ બેઠક ગુમાવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને બીજી બાજુ કેસરીદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ પણ ઉપાડયુ હોવાનું રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને ફોર્મ ભરવામાં આવી રહેશે ત્યારે મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે જોકે તેનું નામ જાહેર થતાની સાથે હાલમાં રાજપૂત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને રાજપૂત સમાજના આગેવાનો ગરાસિયા બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને જય ભવાનીના નારા લગાવીને હાલમાં પ્રદેશની નેતાગીરી દ્વારા જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો
ખાસ કરીને ભાજપને વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં મજબૂત બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની અવગણના કરવામાં આવી છે જેથી કરીને ક્ષત્રિય સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેની સાથોસાથ આ બેઠક ઉપર કોળી સમાજનું પણ વર્ચસ્વ હોવા છતાં કોળી સમાજના આગેવાનોની પણ અવગણના કરવામાં આવી છે જેથી કરીને તેના માઠા પરિણામો આવશે તેવું ક્ષત્રિય સમાજના રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું અને વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડયું છે જોકે ભાજપની પ્રદેશની નેતાગીરી આ ટિકિટ બાબતે ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ભાજપે ચોકડી મારી દેવાની રહેશે