દેશમાં મોંઘવારી આંટો લઈ ગઈ છે અને ખાસ કરીને જે રાહતો આપવામાં આવે છે તે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ આપવામાં આવે છે,બાકીના મધ્યમ વર્ગીય પરિવારો કે જેઓ મોટા ભાગે મહિને રૂ. 8000 કે 10,000 કે પછી 15,000 કમાય છે તેવા લોકોના પરિવારો નું જીવવું મુશ્કેલ બન્યું છે તેલ,ગેસ,દૂધ,સહિતની ચીજ વસ્તુઓ મોંઘી બની રહી છે તેની સામે ઓફિસમાં તનતોડ મહેનત છતાં પગાર વધતા નથી.
સમસ્યા એ પણ છે કે ભાવો સતત વધતા હોઇ રીટેલ પ્રોડક્ટના ભાવો પણ સ્થિર રહી શકતા નથી પરિણામે એક ફિક્સ આવકમાં રોજ વધતા ભાવો એ બજેટ ખોરવી નાખ્યા છે.
સરકાર માત્ર રાશન કાર્ડમાં જરૂયાત મંદ ને રાહત જાહેર કરી બાકીના ઓછી આવકમાં ઘર ચલાવતા નાગરિકો માટે આંખો બંધ કરીને બેસી રહી છે એટલે ફુગાવો તેની નજરે ચઢતો નથી. સરકાર અને તેના સાથીઓ ખોટી વાતો ફેલાવી ભ્રમ ઉભો કરે છે કે જુલાઇમાં દરેક કાર કંપનીઓના કુલ ૨૦ જેટલા નવા મોડલ આવી રહ્યા છે માટે મોંઘવારી ક્યાંય નથી એમ કહી શકાય.
પરંતુ દલીલ કરનારાઓને એ ખબર નથી કે કારના નવા મોડલ એ દેશના માત્ર બે ટકા લોકો માટે છે બાકીના ૯૮ ટકા લોકો દિવસ રાત ખાનગી કંપનીઓમાં કામ કરી મહિને માંડ 10,000 કે તેથી વધુ કમાય છે તેવા મધ્યમ વર્ગનું શું? આવી કંપનીઓના બોસ કામ વધુ કેમ કરાવવું તેજ વિચારે છે પરિણામે મજબૂર આ વર્ગ ક્યારેક બીમાર પડે અને ખર્ચ આવી પડે તો સરખી દવા પણ લઈ શકતો નથી.
મોદી સરકારે વધતા ફુગાવાને નાથવા હવે મનોમંથન કરવાની જરૂર છે. મોંઘવારી વધારતા પરિબળોને નક્કી કરીને તેના પર ધ્યાન ફોકસ કરવા સહિત નાના અને મધ્યમ વર્ગનું વિચારવું પડશે અને મોંઘવારી મુજબ ખાનગી કંપનીમાં પગાર ધોરણ નક્કી કરવા કાયદો લાવવાની કોઈ વિચારણા થાય તે જરૂરી છે.